મોરબી : મોરબીમાં સ્કૂલ લાઈફ વિષય પર બનેલી સૌ પ્રથમ શોર્ટ ફિલ્મ 'સફર-અ સ્કૂલ જર્ની' શોર્ટ ફિલ્મ યુ-ટ્યુબ પર રિલીઝ કરવામાં આવી છે. થોડા મહિનાઓ પેહલા મોરબીમાં સૌ પ્રથમ વખત સ્કૂલ લાઈફ ઉપર આધારિત શોર્ટ ફિલ્મ 'સફર-અ સ્કૂલ જર્ની'નું શૂટિંગ થયું હતું . આ ફિલ્મમાં આશરે 180 જેટલા કલાકારો છે. જે મોરબીવાસીઓ જ છે. આ ફિલ્મ ગત તા. 14 મેના રોજ યુ-ટ્યુબ ઉપર 'Tiny Curtains' નામની ચેનલ પર પ્રકાશિત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મનું શૂટિંગ મોરબીમાં સેન્ટ મેરી સ્કૂલમાં કરવામાં આવ્યું છે. જેના દિગ્દર્શક શિવમ સંજયભાઈ પંડિત છે. અહીં આપેલ લિંક પર આ શોર્ટ ફિલ્મ જોઈ શકાશે. https://youtu.be/UcMBzNY8s3s