સંસ્થા દ્વારા મોરબી ભાજપના આગેવાનોનો પણ આભાર વ્યક્ત કરાયો મોરબી : મોરબી જિલ્લામાં આવેલ મોરબીથી જેતપર તથા મોરબીથી હળવદ રોડ પર સિરામિક ઉદ્યોગો આવેલા છે. આ બંને રોડને ફોરલેન કરવા માટેની માંગણી સિરામિક ઉદ્યોગકારો એ કરેલી, તે મંજૂર કરવા બદલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનો લઘુ ઉદ્યોગ ભારતી-મોરબી જિલ્લો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. મોરબીથી જેતપર તથા મોરબીથી હળવદ રોડ એમ બંને રોડને ફોરલેન તરીકે મંજુર કરાવામાં જેમનો સિંહફાળો રહેલ છે, તેવા સાંસદ મોહનભાઈ કુંડારિયા, વિનોદભાઇ ચાવડા, ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, ગુજરાત ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ જયંતીભાઈ કવાડીયા, જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, જીલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાસદડિયા તથા જીલ્લા ભાજપના તમામ આગેવાનોનો લઘુ ઉદ્યોગ ભારતી-મોરબી જિલ્લો હદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. તેમ પ્રદેશ સહ મંત્રી ભીમજીભાઇ ભાલોડીયા, જિલ્લા પ્રમુખ સુરેશભાઈ કાસુન્દ્રા, મહામંત્રી દેવેન્દ્ર કલોલા, ઉપપ્રમુખ નરેનદ્ર પાડલિયાની યાદીમાં જણાવ્યું છે.