ક્રૂડ તેલ, કપાસ, કોટનમાં તેજીનો માહોલ : રબર, સીપીઓ, મેન્થા તેલમાં સાર્વત્રિક નરમાઈ બુલડેક્સ ફ્યુચર્સમાં 77 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 124 પોઈન્ટની મૂવમેન્ટ મુંબઈ : દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 1,58,420 સોદાઓમાં કુલ રૂ.12,081.53 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં નવા સપ્તાહનાં કામકાજનો પ્રારંભ વાયદાના ભાવમાં તેજી સાથે થયો હતો. એમસીએક્સ પર સોનાનો વાયદો 10 ગ્રામદીઠ રૂ.139 અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.556 વધ્યો હતો. નિકલ સિવાયની તમામ બિનલોહ ધાતુઓ ઘટી આવી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલમાં તેજીના માહોલ સામે નેચરલ ગેસ ઢીલું હતું. કૃષિ કોમોડિટીઝમાં રબર, સીપીઓ, મેન્થા તેલમાં સાર્વત્રિક નરમાઈ હતી, જ્યારે કપાસ અને કોટનમાં સુધારાનો સંચાર થયો હતો. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના મે વાયદામાં 77 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના જૂન વાયદામાં 124 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી. કીમતી ધાતુઓમાં એમસીએક્સ ખાતે સોના-ચાંદીમાં 84,393 સોદાઓમાં કુલ રૂ.4,248.82 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.48,450ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.48,622 અને નીચામાં રૂ.48,368ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.139 અથવા 0.29 ટકા વધી રૂ.48,543ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.92 અથવા 0.24 ટકા વધી રૂ.38,861 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.5 અથવા 0.1 ટકા વધી રૂ.4,783ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.48,544 ખૂલી, રૂ.140 અથવા 0.29 ટકા વધી રૂ.48,508ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો 1 કિલોગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.71,517ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.71,744 અને નીચામાં રૂ.71,200ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.556 અથવા 0.78 ટકા વધી રૂ.71,605ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.519 અથવા 0.73 ટકા વધી રૂ.71,592 અને ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.518 અથવા 0.73 ટકા વધી રૂ.71,597ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એમસીએક્સ પર એનર્જી સેગમેન્ટમાં 36,296 સોદાઓમાં કુલ રૂ.2,066.11 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જૂન વાયદો સત્રની શરૂઆતમાં રૂ.4,692ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.4,752 અને નીચામાં રૂ.4,673ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે 1 બેરલદીઠ રૂ.71 અથવા 1.52 ટકા વધી રૂ.4,730 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ મે વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.4.70 અથવા 2.21 ટકા ઘટી રૂ.207.70ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કૃષિ કોમોડિટીઝમાં એમસીએક્સ પર 3,940 સોદાઓમાં રૂ.591.32 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1264ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1264 અને નીચામાં રૂ.1264ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.9 અથવા 0.72 ટકા વધી રૂ.1264ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે રૂ (કોટન) મે વાયદો 1 ગાંસડીદીઠ રૂ.22,200ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.22,280 અને નીચામાં રૂ.22,120ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.150 અથવા 0.68 ટકા વધી રૂ.22,250ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ મે કોન્ટ્રેક્ટ 10 કિલોગ્રામદીઠ રૂ.1205ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1209.90 અને નીચામાં રૂ.1178.60ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.21.50 અથવા 1.78 ટકા ઘટી રૂ.1189.50ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. રબરના વાયદાઓમાં મે કોન્ટ્રેક્ટ 100 કિલોગ્રામદીઠ રૂ.111 અથવા 0.66 ટકા ઘટી રૂ.16,797 અને મેન્થા તેલ મે કોન્ટ્રેક્ટ 1 કિલોગ્રામદીઠ રૂ.25.90 અથવા 2.74 ટકા ઘટી રૂ.920.90ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એક્સચેન્જ પર પ્રથમ સત્ર સુધીમાં 1,476 સોદાઓમાં રૂ.118.28 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 718 સોદાઓમાં રૂ.59.86 કરોડનાં 788 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 758 સોદાઓમાં રૂ.58.42 કરોડનાં 800 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 962 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,189 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ મે વાયદો 15,181ના સ્તરે ખૂલી, ઊપરમાં 15,220 અને નીચામાં 15,143ના સ્તરને સ્પર્શી, 77 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 70 પોઈન્ટ અથવા 0.46 ટકા વધી 15,200ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ જૂન વાયદો 14,563ના સ્તરે ખૂલી, 124 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 74 પોઈન્ટ અથવા 0.5 ટકા ઘટી 14,607ના સ્તરે પહોંચ્યો હતો. ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 5,559 સોદાઓમાં રૂ.703.09 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.364.56 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.61.60 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.276.55 કરોડનાં કામકાજ થયાં હતાં. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં સોનું મે રૂ.49,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.106.50 ખૂલી, ઊપરમાં રૂ.107 અને નીચામાં રૂ.76 રહી, અંતે રૂ.7 અથવા 7.41 ટકા વધી રૂ.101.50 થયો હતો. જ્યારે ચાંદી જૂન રૂ.75,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોગ્રામદીઠ રૂ.1,099 ખૂલી, ઊપરમાં રૂ.1,103.50 અને નીચામાં રૂ.900 રહી, અંતે રૂ.38.50 અથવા 3.85 ટકા વધી રૂ.1,038 થયો હતો. ક્રૂડ તેલ જૂન રૂ.4,700ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.172 ખૂલી, ઊપરમાં રૂ.207 અને નીચામાં રૂ.166.20 રહી, અંતે રૂ.29.90 અથવા 17.97 ટકા વધી રૂ.196.30 થયો હતો. આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો સોનું મે રૂ.48,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.75 ખૂલી, ઊપરમાં રૂ.75 અને નીચામાં રૂ.46.50 રહી, અંતે રૂ.20 અથવા 25.16 ટકા ઘટી રૂ.59.50 થયો હતો....