ત્રાજપર વિસ્તારમાં ચાર શખ્સોએ માર મારી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ મોરબી : મોરબીના ત્રાજપર ગામમાં શેરી નં. ૪માં ફળિયામાં સૂતી વખતે પંખો ચાલુ રાખવા મામલે ડખ્ખો થયા બાદ ચાર ઉશ્કેરાયેલા ચાર શખ્સોએ ઈંટોના છુટા ઘા માર્યા હતા. જેમાં ત્રણ વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે ફરિયાદ નોંધાતા બી ડિવિઝન પોલીસે ચારેય આરોપીઓ સામે ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ત્રાજપર ચોરાવાળી શેરી નં. ૪ મેલડીમાંના મઢ પાસે રહેતા મહાદેવભાઇ રતાભાઇ બારૈયા (ઉ.વ. ૪૫) એ આરોપીઓ અવચરભાઇ પોપટભાઇ બારૈયા, સુનિલભાઇ અવચરભાઇ બારૈયા, અમિતભાઇ અવચરભાઇ બારૈયા, રોહિતભાઇ અવચરભાઇ બારૈયા (તમામ રહે.ત્રાજપર ચોરાવાળી શેરી શેરી નં.૪ મોરબી) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા. ૨૨ના રોજ ત્રાજપર ગામમાં શેરી નં. ૪ ફરી.ના રહેણાંક મકાન પાસે આરોપીએ ફરીયાદીને રાત્રે ફળીયામાં સુતી વખતે પંખો રાખવા બાબતે ઝગડો કરી ચારેય આરોપીઓએ ફરીયાદી તથા સાહેદોને ઈંટોના છુટા ઘા મારી ફરીયાદી મહાદેવભાઇ તથા સાહેદ ગોપાલભાઇને મુંઢ ઇજા કરી અને સાહેદ પ્રવિણભાઇને માથાના ભાગે ઘા મારી ફ્રેકચરની ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની બી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.