સમાચાર માધ્યમમા અને સોશિયલ મીડિયામાં તથ્ય વગરના સમાચાર વહેતા થતા આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવીને કરવી પડી સ્પષ્ટતા મોરબી : રાજ્યના 10 શહેરોમાં 18થી 44વર્ષના લોકોને કોરોના રસીકરણ માટે રજિસ્ટ્રેશનની જરૂરત નહીં રહે તેવા તથ્ય હીન સમાચાર સોશિયલ મીડિયા અને સમાચાર માધ્યમમાં વહેતા થતા આરોગ્ય સચિવ જયંતિને સ્પષ્ટતા કરવી પડી છે અને રસીકરણ માટે રજીસ્ટ્રેશન ફરજીયાત હોવાનું જાહેર કરાયું છે.જો કે મોરબી જિલ્લામાં યુવાનો માટે હજુ રસીકરણ પ્રક્રિયા શરૂ થઇ નથી અને ક્યારે શરુ થશે તે પણ નક્કી નથી. આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવી એ સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાજ્યમાં ૧૮ થી ૪૪ વયના લોકો માટે કોરોના વેક્સિનેશન હવે ઓનલાઇન રજીસ્ટ્રેશન વિના ઓન સ્પોર્ટ રજીસ્ટ્રેશનથી થઇ શકશે તેવા જે અહેવાલો પ્રચાર માધ્યમોમાં વહેતા થયા છે તેમાં કોઇ તથ્ય નથી. તેમણે જણાવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા હાલ જે રીતે વેક્સિનેશનની પ્રક્રિયા રજીસ્ટ્રેશનથી સ્થળ, સમય અને તારીખ આપીને કરવામાં આવે છે તે જ પ્રક્રિયા હાલ રાજ્યમાં યથાવત છે. રાજ્ય સરકારે હાલની વેક્સિનેશન માટે વેબસાઇટ અને એપ ના માધ્યમથી રજીસ્ટ્રેશનની જે પદ્ધતિ છે તે યથાવત રાખેલી છે.