મોરબી : મોરબીના ખાનપર ગામે રાષ્ટ્રસેના ગ્રુપ દ્વારા કોરોના વેક્સીનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા ગૃપના સ્વયંસેવકોએ ગ્રામજનોને વેક્સિનેશન માટે રજીસ્ટેશન કરાવી આજે તા. 24ના રોજ રસીકરણ કરાવ્યુ હતું. ગામમાં વહેલી તકે વધુમાં વધુ લોકોનું રસીકરણ થાય એ હેતુથી આગામી સમયમાં કેમ્પ યોજી પ્રયત્નો કરવામાં આવશે, તેમ યાદીમાં જણાવાયું છે.