મોરબી : મોરબીમાં જિલ્લા પંચાયતના સભ્ય અજય લોરિયા દ્વારા નિયમિત રીતે સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે. આથી, કોળી સમાજ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ગત તા. 23ના રોજ અખીલ ભારતીય કોળી સમાજ - મોરબી જીલ્લા દ્વારા સેવાભાવી જિલ્લા પંચાયત સદસ્ય અજયભાઈ લોરીયાનું સો ઓરડી નજીક આવેલ વિદ્યાર્થી બોર્ડિંગ ખાતે સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઠાકોર વિકાસ ટ્રસ્ટ ઉપાધ્યક્શ અને રોયલ ઠાકોર સેના મોરબી જીલ્લાના ઉપપ્રમુખ પ્રભુલાલ કગથરા, વિષ્ણુભાઈ મજેઠીયા, અશોકભાઈ ભોજવીયા, પ્રતાપભાઇ મકવાણા, નિતીનભાઈ શિરોહીયા, ચેતનભાઇ શિરોહીયા તેમજ અખીલ ભારતીય કોળી સમાજ-મોરબી જીલ્લાના પ્રમુખ અને પૂર્વ કાઉન્સીલર સુરેશભાઈ શિરોહીયા ઉપસ્થિત રહ્યા હતા.