મોરબી : મોરબીમાં કોરોનાની બીજી લહેર ઘાતકી બનવાથી કોરોના સંક્રમણ અટકાવવા માટે સામાંકાંઠે લાલબાગ પાસે આવેલ તાલુકા સેવાસદનમાં ઇ-ઘરા કેન્દ્ર બંધ કરવામાં આવ્યું હતું. જેમાં લોકોને 7/12 ના દાખલા કઢાવવા માટે ભારે હાલાકી પડતી હતી. આથી મોરબી રેવન્યુ વકીલ મંડળ દ્વારા સંબધિત અધિકારીને રજુઆત કરીને લોકોને 7/12 ના દાખલા મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવાની માંગ કરવામાં આવી હતી અને આ રજુઆત ફળીભૂત થઈ છે. આથી, મોરબી તાલુકા સેવાસદન ખાતે હવેથી ઇ-ધરામાંથી 7/12 મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તેથી હવે તાલુકા સેવાસદન ખાતેથી 7/12 કઢાવી શકાશે. તેમ મોરબી રેવન્યુ વકીલ મંડળની યાદીમાં જણાવાયું છે.