મોરબી : મોરબી તાલુકાના વનાળીયા ગામમાં પોલીસની રેઇડ દરમિયાન જુગાર રમતા બે શખ્સો પકડાયા છે. તેમજ એક શખ્સ ફરાર થઇ ગયો હતો. ગઈકાલે તા. 22ના રોજ મોરબી તાલુકાના વનાળીયા ગામની સ્કુલની દીવાલ પાસે જાહેરમાં તીનપતીનો નશીબ આધારીત હારજીતનો જુગાર રમતા આરીફભાઈ કાસમભાઈ સુમરા અને સોહિલભાઈ રસુલભાઈ સુમરાની અટકાયત કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ. 3100 જપ્ત કર્યા હતા. જુગારની રેઇડ દરમ્યાન આરોપી અસ્લમ ઉર્ફે ટાઈગર અલારખાભાઈ પરમાર નાશી ગયો હતો. પોલીસે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આરોપી અસ્લમને પકડવા તજવીજ હાથ ધરી છે.