મોરબી : આજના સમયમાં જન્મ દિવસની ઉજવણીમાં કેક કટિંગ અને પાર્ટી યોજવાનો ચીલો પડ્યો છે ત્યારે મોરબીમાં સિરામિક ટ્રેડિંગનો વ્યવસાય કરતા યોગેશભાઈ તુલસીભાઈ કાસુન્દ્રા તથા ભાવિકાબેન યોગેશભાઈ કાસુન્દ્રાએ પોતાના પુત્ર રાધેના પ્રથમ જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવા મોરબીની સિવિલ તથા ખાનગી હોસ્પિટલોમાં બે હજાર જેટલી શરબતની બોટલોનું વિતરણ કરી દર્દીઓના આશીર્વાદ મેળવ્યા હતા.