બુલડેક્સ ફ્યુચર્સમાં 506 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 752 પોઈન્ટની મૂવમેન્ટ કોટનનો વાયદો ગાંસડીએ રૂ. 240 ગબડ્યો : સીપીઓ, રબર, કપાસમાં સાર્વત્રિક નરમાઈનો માહોલ : ક્રૂડ તેલમાં સેંકડા ઘટ્યા મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સપ્તાહ દરમિયાન 25,66,988 સોદાઓમાં કુલ રૂ.1,85,564.95 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. સોના-ચાંદીના વાયદાના ભાવમાં ઉછાળો આવ્યો હતો. એમસીએક્સ ખાતે સોનાનો વાયદો 10 ગ્રામદીઠ રૂ.1,106 અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.1,831 ઊછળ્યો હતો. બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ વાયદાના ભાવમાં હતું. એલ્યુમિનિયમ, તાંબુ અને નિકલ ઘટવા સામે જસત અને સીસું સુધર્યા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલમાં સેંકડા ઘટ્યા હતા. નેચરલ ગેસ પણ ઢીલું હતું. કૃષિ કોમોડિટીઝમાં કોટનનો વાયદો ગાંસડીદીઠ રૂ.240 ગબડ્યો હતો. સીપીઓ, રબર અને કપાસના વાયદાના ભાવમાં સાર્વત્રિક નરમાઈનો માહોલ હતો. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના મે વાયદામાં 506 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના મે વાયદામાં 752 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી. વિશ્વ બજારની વાત કરીએ તો સપ્તાહના અંતે અમેરિકામાં બેરોજગારીના દાવાઓ ઘટતાં ત્યાં જોબ માર્કેટ તથા અર્થતંત્ર મજબૂત બન્યાના સંકેતો મળ્યા હતા. ઈરાનનો પુરવઠો વધવાની આશાના પગલે ક્રૂડ તેલના ભાવ સપ્તાહ દરમિયાન નીચા ઊતરતાં માર્ચ બાદનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો આ સપ્તાહે જોવાયો હોવાના સમાચાર હતા. સપ્તાહના અંતે ડોલર ઈન્ડેક્સ ઘટતાં અને બોન્ડ તથા ટ્રેઝરી યિલ્ડ નીચી ઊતરતાં સોનામાં ફંડોની લેવાલી વધી હોવાના સમાચાર હતા, જેને લીધે સોનામાં ઉછાળો આવ્યો હતો. સપ્તાહના અંતે સોનાનો ભાવ 1 ઔંશદીઠ 1887 ડોલર અને ચાંદીનો ભાવ 1 ઔંશદીઠ 27.90 ડોલર બોલાઈ રહ્યો હતો. ઘરેલૂ હાજર બજારમાં અમદાવાદ ખાતે સોનાનો ભાવ સપ્તાહના અંતે 10 ગ્રામદીઠ 99.50ના રૂ.49,100 અને 99.90ના રૂ.50,100, જ્યારે ચાંદીનો ભાવ કિલોદીઠ રૂ.72,000 બોલાઈ રહ્યો હોવાનું બજારના જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું. હવે સ્થાનિકમાં વાયદા બજારની વાત કરીએ તો એમસીએક્સ ખાતે કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 14,24,730 સોદાઓમાં કુલ રૂ.75,451.29 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.47,368ના મથાળે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.48,875 અને નીચામાં રૂ.47,337ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,106 અથવા 2.33 ટકા વધી રૂ.48,544ના સ્તરે બંધ થયો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.767 અથવા 2.01 ટકા વધી રૂ.38,878 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.85 અથવા 1.8 ટકા વધી રૂ.4,799ના સ્તરે બંધ થયો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.47,399 ખૂલી, રૂ.1,067 અથવા 2.25 ટકા વધી રૂ.48,519ના સ્તરે બંધ થયો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો 1 કિલોગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.70,355ના મથાળે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.74,222 અને નીચામાં રૂ.70,085ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,831 અથવા 2.6 ટકા વધી રૂ.72,304ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.1,790 અથવા 2.54 ટકા વધી રૂ.72,317 અને ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.1,796 અથવા 2.55 ટકા વધી રૂ.72,323ના સ્તરે બંધ થયો હતો. એનર્જી સેગમેન્ટમાં 7,04,617 સોદાઓમાં કુલ રૂ.44,698.38 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જૂન વાયદો સપ્તાહના પ્રારંભે રૂ.4,691ના મથાળે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.4,914 અને નીચામાં રૂ.4,531ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે 1 બેરલદીઠ રૂ.146 અથવા 3.11 ટકા ઘટી રૂ.4,550 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ મે વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.4.70 અથવા 2.15 ટકા ઘટી રૂ.213.60ના સ્તરે બંધ થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં 21,360 સોદાઓમાં રૂ.3,131.95 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.1264.00ના મથાળે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1266.50 અને નીચામાં રૂ.1254.50ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.4.50 અથવા 0.36 ટકા ઘટી રૂ.1258.00ના સ્તરે બંધ થયો હતો. આ સામે રૂ (કોટન) મે વાયદો 1 ગાંસડીદીઠ રૂ.22,100ના મથાળે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.22,300 અને નીચામાં રૂ.21,840ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.240 અથવા 1.08 ટકા ઘટી રૂ.22,020ના સ્તરે બંધ થયો હતો. સીપીઓ મે કોન્ટ્રેક્ટ 10 કિલોગ્રામદીઠ રૂ.1243.80ના મથાળે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1268.60 અને નીચામાં રૂ.1188.50ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.23.60 અથવા 1.9 ટકા ઘટી રૂ.1219.40ના સ્તરે બંધ થયો હતો. રબરના વાયદાઓમાં મે કોન્ટ્રેક્ટ 100 કિલોગ્રામદીઠ રૂ.962 અથવા 5.43 ટકા ઘટી રૂ.16,759 અને મેન્થા તેલ મે કોન્ટ્રેક્ટ 1 કિલોગ્રામદીઠ રૂ.9.10 અથવા 0.94 ટકા ઘટી રૂ.957.00ના સ્તરે બંધ થયો હતો. બિનલોહ ધાતુઓમાં 2,78,827 સોદાઓમાં રૂ.47,761.44 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ મે કોન્ટ્રેક્ટ 1 કિલોગ્રામદીઠ રૂ.8.25 અથવા 4.21 ટકા ઘટી રૂ.187.65 અને જસત મે કોન્ટ્રેક્ટ રૂ.1.25 અથવા 0.54 ટકા વધી રૂ.230.90ના સ્તરે બંધ થયો હતો. આ સામે તાંબુ મે કોન્ટ્રેક્ટ રૂ.27.45 અથવા 3.52 ટકા ઘટી રૂ.752.15 અને નિકલ મે કોન્ટ્રેક્ટ રૂ.30.70 અથવા 2.39 ટકા ઘટી રૂ.1,251.30 તેમ જ સીસું મે કોન્ટ્રેક્ટ રૂ.2.00 અથવા 1.17 ટકા વધી રૂ.173.60ના સ્તરે બંધ થયો હતો. કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 2,66,828 સોદાઓમાં રૂ.29,085.15 કરોડનાં 60,199.776 કિલોગ્રામ અને ચાદીના વિવિધ વાયદાઓમાં 11,57,902 સોદાઓમાં સોદાઓમાં કુલ રૂ.46,366.14 કરોડનાં 6,408.199 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.3,854.57 કરોડનાં 1,98,545 ટન, જસતના વાયદાઓમાં રૂ.6,758.69 કરોડનાં 2,88,380 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.22,559.54 કરોડનાં 2,92,170 ટન, નિકલના વાયદાઓમાં રૂ.12,628.66 કરોડનાં 97,533...