મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલની ટ્રિટમેન્ટથી સંતોષ પામતા સુરેન્દ્રનગરના કોરોના દર્દી દ્વારા હોસ્પિટલને રૂ. 1.11 લાખનું અનુદાન આપી આધાર વ્યક્ત કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર તાલુકાના ખાખરાથળના રહેવાસી ભાવસંગભાઈ ભીખુભાઈ રાજપૂત મોરબીની સિવિલ હોસ્પિટલમાં કોવીડ આઈસોલેશન વિભાગ ખાતે ગત તા. 01 મેના રોજ દાખલ થયેલ હતા. ત્યારબાદ સિવિલ હોસ્પિટલની મેડિકલ ટીમની મહેનતથી ભાવસંગભાઈની તબિયત સારી થતા તેમને તા. 11ના રોજ રજા આપેલ હતા. તેઓ સિવિલ હોસ્પિટલની તબીબી સારવારથી સંતુષ્ઠ થતા આજે તા. 21ના રોજ તેમના દ્વારા રૂ. 1,11,111નું અનુદાન હોસ્પિટલને આપેલ છે. તેમજ હોસ્પિટલના સ્ટાફનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.