યુવાનની ફરિયાદ સંદર્ભે એક શખ્સ સામે નોંધાયો ગુન્હો મોરબી : મોરબી તાલુકાના નીચી માંડલ ગામ પટેલ મોબાઇલ દુકાન સામે ગઈકાલે હપ્તે લીધેલા મોબાઈલનો હપ્તો ન ચૂકવવા મામલે યુવાનને ધારીયાના ઘા ઝીંક્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. યુવાનની ફરિયાદ સંદર્ભે એક શખ્સ સામે પોલીસે એટ્રોસીટી સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના સમલી ગામે રહેતા કાનજીભાઇ છગનભાઇ ચાવડા (ઉ.વ.૩૪) એ આરોપી સંજયભાઇ ઇશ્ર્વરભાઇ કેરાળીયા (રહે. સમલી ગામ, તા.હળવદ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીએ આરોપી પાસેથી ત્રણ માસ અગાઉ મોબાઇલ હપ્તે લીધેલ હોય જે હપ્તો નહિ ભરતા જેનો ખાર રાખી આરોપીએ તા-૧૯ ના સાંજના પાંચ વાગ્યાના અરસામા મોરબી તાલુકાના નીચી માંડલ ગામ પટેલ મોબાઇલ દુકાન સામે ગાળો આપી જાતિ પ્રત્યે અપમાનિત કરી હડધુત કરી ઉશ્કેરાય જઇ ફરીયાદીને જમણા હાથમા ધારીયાનો એક ઘા મારી ઇજા કરી તથા બીજો ઘા મારતા ફરીયાદીએ હાથ વચ્ચે નાખતા ડાબા હાથની વચ્ચેની આગળી તથા તેની બાજુની આંગળીમા ઇજા કરી હતી. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.