ક્રૂડ તેલ, સીપીઓ, રબર, મેન્થા તેલમાં ઘટાડો બુલડેક્સ ફ્યુચર્સમાં 134 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 190 પોઈન્ટની મૂવમેન્ટ મુંબઈ : દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 1,83,831 સોદાઓમાં કુલ રૂ.13,977.53 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં નરમાઈ હતી. સોનાનો વાયદો 10 ગ્રામદીઠ રૂ.262 અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.382 ઘટ્યો હતો. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ પણ ઘટી આવ્યું હતું. કૃષિ કોમોડિટીઝમાં કોટનમાં સુધારા સામે સીપીઓ, રબર અને મેન્થા તેલમાં ઘટાડો થયો હતો. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના મે વાયદામાં 134 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના મે વાયદામાં 190 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 1,10,398 સોદાઓમાં કુલ રૂ.5,929.65 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.48,598ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.48,619 અને નીચામાં રૂ.48,269ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.262 અથવા 0.54 ટકા ઘટી રૂ.48,412ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.138 અથવા 0.35 ટકા ઘટી રૂ.38,847 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.22 અથવા 0.46 ટકા ઘટી રૂ.4,793ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.48,760 ખૂલી, રૂ.238 અથવા 0.49 ટકા ઘટી રૂ.48,422ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો 1 કિલોગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.72,199ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.72,471 અને નીચામાં રૂ.71,532ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.382 અથવા 0.53 ટકા ઘટી રૂ.71,992ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.406 અથવા 0.56 ટકા ઘટી રૂ.72,003 અને ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.401 અથવા 0.55 ટકા ઘટી રૂ.72,009ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એનર્જી સેગમેન્ટમાં 35,923 સોદાઓમાં કુલ રૂ.2,347.63 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જૂન વાયદો સત્રની શરૂઆતમાં રૂ.4,662ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.4,699 અને નીચામાં રૂ.4,561ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે 1 બેરલદીઠ રૂ.75 અથવા 1.61 ટકા ઘટી રૂ.4,594 બોલાયો હતો. કૃષિ કોમોડિટીઝમાં 3,639 સોદાઓમાં રૂ.499.98 કરોડનાં કામકાજ થયા હતા. રૂ (કોટન) મે વાયદો 1 ગાંસડીદીઠ રૂ.21,960ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.22,210 અને નીચામાં રૂ.21,920ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.100 અથવા 0.45 ટકા વધી રૂ.22,120ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ મે કોન્ટ્રેક્ટ 10 કિલોગ્રામદીઠ રૂ.1217.00ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1224.80 અને નીચામાં રૂ.1188.50ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.15.10 અથવા 1.25 ટકા ઘટી રૂ.1193.10ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 23,905 સોદાઓમાં રૂ.2,571.93 કરોડનાં 5,298.012 કિલોગ્રામ અને ચાદીના વિવિધ વાયદાઓમાં 86,493 સોદાઓમાં સોદાઓમાં કુલ રૂ.3,357.72 કરોડનાં 466.121 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં રૂ (કોટન)ના વાયદાઓમાં 952 સોદાઓમાં રૂ.81.50 કરોડનાં 36,625 ગાંસડીના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 2,567 સોદાઓમાં રૂ.416.08 કરોડનાં 34,740 મેટ્રિક ટન નાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 16,506.547 કિલોગ્રામ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 488.964 ટન, કપાસ 20 ટન, મેન્થા તેલ 31.32 ટન, રબર 220 ટન, રૂ (કોટન) 2,34,675 ગાંસડી, સીપીઓ 76,080 ટનના સ્તરે રહ્યો હતો. ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 2,461 સોદાઓમાં રૂ.204.84 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 1,136 સોદાઓમાં રૂ.92.89 કરોડનાં 1,222 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,325 સોદાઓમાં રૂ.111.95 કરોડનાં 1,489 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,051 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 840 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ મે વાયદો 15,245ના સ્તરે ખૂલી, ઊપરમાં 15,274 અને નીચામાં 15,140ના સ્તરને સ્પર્શી, 134 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 80 પોઈન્ટ અથવા 0.52 ટકા ઘટી 15,197ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ મે વાયદો 15,050ના સ્તરે ખૂલી, 190 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 56 પોઈન્ટ અથવા 0.37 ટકા ઘટી 14,981ના સ્તરે પહોંચ્યો હતો. ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 7,073 સોદાઓમાં રૂ.931.14 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.550.41 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.35.60 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.345.13 કરોડનાં કામકાજ થયાં હતાં. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં સોનું મે રૂ.49,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.143.00 ખૂલી, ઊપરમાં રૂ.183.00 અને નીચામાં રૂ.123.00 રહી, અંતે રૂ.69.00 અથવા 33.09 ટકા ઘટી રૂ.139.50 થયો હતો. જ્યારે ચાંદી જૂન રૂ.75,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોગ્રામદીઠ રૂ.1,423.50 ખૂલી, ઊપરમાં રૂ.1,441.00 અને નીચામાં રૂ.1,213.50 રહી, અંતે રૂ.354.00 અથવા 21.96 ટકા ઘટી રૂ.1,258.00 થયો હતો. ક્રૂડ તેલ જૂન રૂ.4,800ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.144.00 ખૂલી, ઊપરમાં રૂ.155.90 અને નીચામાં રૂ.112.00 રહી, અંતે રૂ.20.90 અથવા 14.33 ટકા ઘટી રૂ.124.90 થયો હતો. આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો સોનું મે રૂ.48,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.180.00 ખૂલી, ઊપરમાં રૂ.185.00 અને નીચામાં રૂ.84.00 રહી, અંતે રૂ.36.00 અથવા 33.64 ટકા વધી રૂ.143.00 થયો હતો. જ્યારે ચાંદી જૂન રૂ.70,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ...