માસ્ક વિના ફરતા 17, દુકાન ખુલ્લી રાખતા 3 વેપારીઓ, સોશિયલ ડિસ્ટનસનું પાલન ન કરાવતા 5 ધંધાર્થીઓ, રાત્રી કરફ્યૂ ભંગ કરતા 2 નાગરિકો તથા નિયમ વિરુદ્ધ વધુ પેસેન્જર બેસાડતા 23 રિક્ષાચાલકો અને 2 ઇકો કારચાલકો દંડાયા મોરબી: બુધવારે 24 કલાક દરમ્યાન મોરબી જિલ્લામાંથી જાહેરનામાં ભંગના કુલ 52 કેસો કરી પોલીસે વિવિધ કલમો હેઠળ તમામ સામે દંડનાત્મક કાર્યવાહી કરી હતી. જેમાં મોરબી સીટી એ.ડિવિઝન પોલીસ સ્ટે. વિસ્તારમાં મીની લોકડાઉન દરમ્યાન વાસણની દુકાન ખુલ્લી રાખતા 1 દુકાનદાર સામે, જવેલર્સની પેઢી ખુલ્લી રાખતાં 1 વેપારી સામે, સોશિયલ ડિસ્ટન્સનાં જાહેરનામાંનો ભંગ કરી વધુ પેસેન્જર બેસાડતા 1 રિક્ષાચાલક સામે, માસ્કવિના જાહેરમાં નીકળેલા 1 રાહદારી સામે તથા મોરબી સીટી. બી.ડીવી. પો. સ્ટે. વિસ્તારમાં જાહેરનામાં વિરુદ્ધ વધુ પેસેન્જર બેસાડવા બદલ 4 રિક્ષાચાલક સામે, મીની લોકડાઉનના નિયમભંગ કરી આવશ્યક ચીજ વસ્તુની યાદીમાં ન આવતા હોવા છતાં દુકાન ખુલ્લી રાખતા ફૂટવેરના 1 વેપારી સામે, વધુ ગ્રાહકો એકઠા કરતા પ્રોવિઝન સ્ટોરના 1 સંચાલક સામે, માસ્કવિના જાહેરમાં નીકળેલા 4 રાહદારી તથા 3 બાઈકચાલક સામે, રાત્રી કરફ્યૂનો ભંગ કરતાં 1 રાહદારી સામે, 2 રિક્ષાચાલક સામે અને મોરબી તાલુકા પોલીસ સ્ટે. વિસ્તારમાં માસ્કવિના તથા સોશિયલ ડિસ્ટન્સના નિયમનો ભંગ કરી વધુ પેસેન્જર બેસાડતા 8 રિક્ષાચાલક સામે, માસ્કવિના વેપાર કરતા તથા વધુ ગ્રાહકો એકઠા કરતા કોલ્ડડ્રિન્કના 1 ધંધાર્થી સામે, 1 મોબાઇલની દુકાનદાર સામે જાહેરનામાં ભંગની વિવિધ કલમો હેઠળ કેસ કરી દંડનાત્મક કાર્યવાહી કરી હતી. જ્યારે વાંકાનેર સીટી પોલીસે માસ્કવિના જાહેરમાં નીકળીને તથા માસ્ક ન પહેરવાનો દંડ આપવાની આનાકાની કરતાં 4 રાહદારી સામે, માસ્કવિના દુકાને બેસીને વેપાર કરતા તથા ગ્રાહકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં નિષ્ફળ રહેલા 1 પ્રોવિઝન સ્ટોરનાં સંચાલક સામે, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટે. વિસ્તારમાં નિયમ વિરુદ્ધ વધુ પેસેન્જર બેસાડી સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા 3 રિક્ષાચાલક સામે, 2 ઇકો કારના ચાલક સામે તથા ટંકારા પો.સ્ટે. વિસ્તારમાં સોશિયલ ડિસ્ટનસનો ભંગ કરી વધુ પેસેન્જર બેસાડતા 4 રિક્ષાચાલક સામે જ્યારે હળવદ પોલીસ સ્ટે. વિસ્તારમાં કાચની દુકાનમાં વધુ ગ્રાહકો એકઠા કરવા બદલ એક દુકાનદાર સામે, ઇલેક્ટ્રિકના સામાનની 1 દુકાનધારક સામે, કોવિડ ટેસ્ટ કરાવ્યા વગર તથા માસ્કવિના રીક્ષા ચલાવતા 1 રીક્ષાચાલક સામે અને માળીયા મિયાણા પોલીસ સ્ટે. વિસ્તારમાં માસ્કવિના દુકાને બેસીને તથા કોવિડ ટેસ્ટ કરાવ્યા વગર વેપાર કરતાં ફૂટવેરના 1 વેપારી સામે, પીપરમેન્ટની દુકાન ધરાવતા 1 એજન્સી સંચાલક સામે, શાકભાજીના 1 ધંધાર્થી સામે, અન્ય 2 પરચુરણ દુકાનદારો સામે વિવિધ કલમો હેઠળ દંડનાત્મક કાર્યવાહી કરી જે તે વાહનો ડિટેઇન કર્યા હતા.