મોરબી : મોરબીના રાપર ગામે ઘોડાધ્રોઇ ડેમમાંથી થતી રેતી ચોરી અંગે ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા કલેક્ટર અને એસપીને રાવ કરીને ત્વરિત કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. રાપર ગ્રામ પંચાયતે રજુઆતમાં જણાવ્યું છે કે ઘોડાધ્રોઇ નદીમાંથી અજાણ્યા શખ્સો દ્વારા બળજબરીથી રેતી ચોરી કરવામાં આવે છે. જેની સામે ગામલોકોનો વિરોધ હોવા છતાં આ શખ્સો દ્વારા હથિયારો સાથે ધાક ધમકીથી રેતી ઉપાડવામાં આવે છે. આ બાબતે અગાઉ પણ અરજી કરવામાં આવી હતી. જેથી આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.