મોરબી: અગાઉ 15 મે સુધી બંધ કરાયેલી જનસેવા કેન્દ્રો તથા ઇ-ધરા કેન્દ્રોની ઓફલાઇન કામગીરી જાહેર હિતને ધ્યાને લઇ બંધ કરવામાં આવી હતી. કોરોનાનાં વધતા સંક્રમણને લઈને બંધ કરાયેલી આ કામગીરી હજુ 31/5/21 સુધી બંધ રહેશે. કોરોના સંક્રમણના વધતા વ્યાપને કારણે મામલતદાર કચેરીઓમાં અરજદારોનો ઘસારો રોકવા જનસેવા કેન્દ્રો તથા ઇ-ધરા કેન્દ્રોમાં ઓફલાઇન કામગીરી 15 મે સુધી બંધ કરવામાં આવી હતી. આ કામગીરી હજુ આગામી 31 મે સુધી બંધ જ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, આ કેન્દ્રોમાં ઓનલાઈન અરજીઓ સ્વીકારી તે અંગેની નોંધના નિકાલ અંગેની કાર્યવાહી યથાવત રહેશે. જનસેવા સબંધિત કામગીરી માટે માત્ર અત્યંત આવશ્યક સંજોગોમાં જે તે સબંધિત મામલતદારનો સંપર્ક કરી શકાય છે.