વાવાઝોડામાં કેસર કેરીના પાકનો સફાયો બોલી જતા હવે કેરીના રસિયાઓને ઓરીજનલ ટેસ્ટ લાંબો સમય નહીં મળે (પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : વાવાઝોડાએ જૂનાગઢ અને ગીર પંથકમાં સપાટો બોલાવી દેતા કેરીનો પાક ખરી પડ્યો છે જો કે મોરબીના સ્વાદ પ્રેમી લોકોને ઘેલું લગાડનાર તાલાલા ગીરની ધાવા ગામના માધવબાગમાં વાવાઝોડા પહેલા ઉતારી લેવામાં આવેલી ઓરીજનલ રાજવી પ્રીમિયમ ઓર્ગેનિક કેસર કેરીનો લિમિટેડ સ્ટોક ઉપલબ્ધ હોય કેરીના રસિયાઓ થોડો સમય માટે લિમિટેડ સ્ટોકમાં મોરબીમાં જ રાજવી પ્રીમિયમ ઓર્ગેનિક કેસર કેરી મેળવી શકશે તાલાલા ગીરના ધાવા ગામે આવેલ માધવબાગના માલિક નિલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે વાવાઝોડાને બે દિવસ સુધી કહેર વર્તાવતા હાલમાં તાલાલા પંથકમાં કેરીના પાકનો સફાયો થઇ જવા પામ્યો છે. જો કે આ વર્ષે મોરબીના સ્વાદ શોખીનો માટે પણ રાજવી પ્રીમિયમ ઓર્ગેનિક કેસર કેરી ઘેર બેઠા મેળવી શકાય તેવી વ્યવસ્થા ગોઠવી હોવાથી હાલમાં અનેક લોકો કેસર કેરી હવે મળી શકશે કે કેમ તે અંગે ઈન્કવાયરી કરી રહ્યા હોય સ્વાદ શોખીનો માટે વાવાઝોડા પહેલા ઉતારી લેવામાં આવેલી કેરી મોરબીના શહેરીજનો માટે ઉપલબ્ધ કરવામાં આવી છે. વધુમાં નિલેશભાઈ પટેલે મોરબીના સ્વાદપ્રેમી લોકોને અનુરોધ કરતા જણાવ્યું છે કે વાવાઝોડા પહેલા ઉતારવામાં આવેલી કેરીનો લિમિટેડ સ્ટોક જ હોય વહેલાસર ઓર્ડર બુક કરાવી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. રાજવી પ્રીમિયમ ઓર્ગેનિક કેસર કેરી મેળવવા માધવબાગના ઓનર્સ નિલેશભાઈ પટેલ મોબાઈલ નંબર 9924902228 સંપર્ક કરી શકાશે.