મીની લોકડાઉનનું ઉલ્લંઘન કરતા 2, માસ્ક વિના ફરતા 2, સોશિયલ ડિસ્ટનસનું ઉલ્લંઘન કરતા 1, વધુ પેસેન્જર બેસાડતા 4 રિક્ષાચાલક તથા 1 ઇકો કારચાલક દંડાયા મોરબી: કોવિડ ગાઈડલાઇન્સ અંતર્ગત લાગુ થયેલા જાહેરનામાં ભંગના દરરોજ નોંધાતા અસંખ્ય કેસોમાં મંગળવારે ઘટાડો આવ્યો હતો. આસમાની આફતને લઈને લોકો સ્વયંભૂ ઘરમાં જ રહેતા કુદરતી સંચારબંધી લાગુ થઈ હોય એમ મોરબી જિલ્લામાં જાહેરનામાં ભંગના માત્ર 10 કેસો જ નોંધાયા હતા. મંગળવારે વાવાઝોડાની દહેશત વચ્ચે મોરબી જિલ્લામાં જાહેરનામાં ભંગના કુલ મળીને માત્ર 10 કેસો નોંધાયા હતા. જેમાં મોરબી સીટી એ ડિવિઝન પો.સ્ટે. વિસ્તારમાં મીની લોકડાઉનનું ઉલ્લંઘન કરી, આવશ્યક સેવામાં આવતું ન હોવા છતાં દુકાન ખુલ્લી રાખતા 1 સ્ટુડિયો સંચાલક, 1 ટેઇલર, માસ્ક પહેર્યા વગર જાહેરમાં નીકળતા 1 રાહદારી સામે તથા મોરબી સીટી બી. ડિવિઝન પો. સ્ટે. વિસ્તારમાં સોશિયલ ડિસ્ટનસનું પાલન કરાવ્યા વગર વધુ પેસેન્જર બેસાડતા 1 રિક્ષાચાલક સામે, માસ્કવિના જાહેરમાં ફરતા 1 રાહદારી સામે જ્યારે વાંકાનેર તાલુકા પોલીસે ઇકો કારમાં વધુ પેસેન્જર બેસાડતા એક પેસેન્જર કારચાલક સામે, 1 રિક્ષાચાલક સામે તથા ટંકારા પોલીસ સ્ટે. વિસ્તારમાં 2 રિક્ષાચાલક સામે અને માળીયા મિયાણા પોલીસે માસ્કવિના તથા કોવિડ રિપોર્ટ કરાવ્યા વગર તથા ગ્રાહકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર વેપાર કરતા 1 ચાના ધંધાર્થી સામે વિવિધ કલમો હેઠળ કેસ કરી દંડનાત્મક કાર્યવાહી હાથ ધરી હતી.