પુલના કામમાં ઢીલી નીતિ, ચોમાસા પૂર્વે કામ પૂર્ણ નહિ થાય તો ગામ સંપર્ક વિહોણા બને તેવી ભીતિ વાંકાનેર : વાંકાનેરના કોટડા નાયાણી અને વાલાસણ વચ્ચે જોખમી ડાયવર્ઝન આવેલ છે. જેના કારણે અકસ્માતનો ખતરો તોળાય રહ્યો હોય તંત્ર વહેલાસર આ બાબતે ધ્યાને લઈને કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી વાલાસણ વચ્ચેના પૂલનું કામ છેલ્લા ૩ માસથી બંધ છે. અહીં ડાયવર્ઝન પણ ખૂબ જોખમી છે. જેમાં લોકોને નદીમાંથી જવું પડે છે તંત્ર અને કોન્ટ્રાકટર બન્નેની ઘોર બેદકારી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જો ચોમાસાં પહેલાં કામ પુર્ણ ન થાય તો ગ્રામજનોનો વાંકાનેર સાથેનો સંપર્ક કપાઈ જશે તેવી ભીતિ સેવાઇ રહી છે.