મોરબી : મોરબીમાં બપોરના અરસામાં પવનને કારણે બે સ્થળોએ વૃક્ષો ધરાશાયી થવાના બનાવ સામે આવ્યા છે. જેમાં રવાપર રોડ ઉપર નીલકંઠ સ્કૂલથી આગળ કોમ્પ્લેક્ષ પાસે એક વૃક્ષ વાવાઝોડાના કારણે નમી ગયું હતું. જે આજે બપોરના સમયે ધરાશાયી હતું. આ ઉપરાંત વાલ્મિકી વાસમાં એક ઘરમાં વૃક્ષ ધરાશાયી થયું હતું. જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. આ ઉપરાંત શંકર આશ્રમમાં પીપળાના વૃક્ષની ડાળી પડી હતી. ત્યાં પણ કોઈ જાનહાનિ થઈ ન હતી.