મોરબી : ભારતીય હવામાન ખાતા દ્વારા ધ સિવિયર સાયક્લોન સ્ટ્રોમ (તીવ્ર ચક્રવાતી સમુદ્રી તોફાન) ''તાઉ-તે'' સંદર્ભે દર કલાકે બુલેટિન બહાર પાડવામાં આવી રહ્યું છે. તે મુજબ આ સ્ટ્રોમ આજે સવારે 10:30 કલાકે રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તાર ઉપર કેન્દ્રિત થયેલું છે. જે અમદાવાદથી દક્ષિણપશ્ચિમે 200 કિ.મી., દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ દિશામાં સુરેન્દ્રનગરથી 115 કિલોમીટર જયારે અમરેલીથી પૂર્વ-ઉત્તરપૂર્વે 20 કિલોમીટરના અંતરે સ્થિત છે. ''તાઉ તે'' વાવાઝોડું ઉત્તર-ઉત્તરપૂર્વ દિશામાં છેલ્લા છ કલાકથી 06 કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડાની તેના કેન્દ્ર પાસે પવનની ગતિ 95 થી 105 કિ.મી./કલાક રહેશે, આ ઝડપ 115 કિ.મી./કલાક સુધી વધી શકે છે.