મોરબી : મોરબી તાલુકાના ટીંબડી ગામના યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. ટીંબડી ગામના પાટીયા નજીક મફતીયા પરામાં રહેતા 25 વર્ષીય ચંદુલાલ અવચરભાઇ વાઘેલાએ ગઈકાલે તા. 17ના રોજ કોઈ કારણસર પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ લીધો હતો. આથી, તેનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.