ચાચાપર ગામમાંથી ઝડપાયેલો આરોપી જોડિયા પોલીસ સ્ટેશનનાં ગુન્હામાં હતો વોન્ટેડ મોરબી : મોરબી એલ.સી.બી.ના સ્ટાફને મળેલી પૂર્વ બાતમીને આધારે ચાચાપર ગામની સીમમાંથી એક રીઢા આરોપીને દેશી બનાવટની પિસ્તોલ સાથે લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. મોરબી એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.બી.ડાભીને મળેલી સૂચના મુજબ કાર્યવાહી કરતાં પો.હેડ. કોન્સ. ચંદુભાઈ કણોતરા, પો.કોન્સ. ભરતભાઇ જીલરીયા સહિતના સ્ટાફે ચાચાપર ગામની સીમમાં નદી પાસે, પાણીના ટાકા નજીકની ખુલ્લી જગ્યામાંથી અસગર હુસેનભાઈ વાઘેર ઉં.વ. 23ને દેશી બનાવટની જમીનમાં દાટેલી મેગજીન વાળી પિસ્તોલ કિંમત રૂપિયા 10,000 સાથે ઝડપી પાડ્યો હતો. જામનગર જિલ્લાના જોડિયા પોલીસ સ્ટે.માં નોંધાયેલા મારામારી અને દારૂના કેસમાં આરોપી નાસતો ફરતો હતો. આ ઉપરાંત માળીયા મી.માં પવનચક્કીના કેબલ વાયરની ચોરી, કચ્છ અંજાર પોલીસ સ્ટે. વિસ્તારમાં લૂંટ, સમખીયારી પો.સ્ટે. વિસ્તારમાં દારૂનો કેસ, તથા આદિપુર ખાતે કોપર પ્લેટની ઘરફોડ ચોરી અને રાજસ્થાનનાં બાઢમેર પો.સ્ટે. વિસ્તારમાં ગેરકાયદે દારૂ તસ્કરીના કેસમાં અગાઉ આરોપીની સંડોવણી ખુલી હતી. ઉપરોક્ત આરોપીને ઝડપી પાડવાની કામગીરીમાં ઇન્ચાર્જ પો. ઇન્સ. જે.એમ.આલ, એલ.સી.બી. પો.સબ ઇન્સ. એન.બી.ડાભી, આઈએસઆઈ રસિકભાઈ ચાવડા, હેડ કોન્સ્ટેબલ ચંદુભાઈ કણોતરા, જયવંતસિંહ ગોહિલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, ચંદ્રકાંતભાઈ વામજા, દિલીપભાઈ ચૌધરી, પોલીસ કોન્સ્ટેબલ દશરથસિંહ પરમાર, ભગિરથસિંહ ઝાલા, ભરતભાઇ જીલરીયા, વિક્રમભાઈ કુગસીયા, નિરવભાઈ મકવાણા, સતિષભાઈ કાંજીયા સહિતનો સ્ટાફ જોડાયો હતો.