મોરબી : મોરબી તાલુકાના બિલીયા ગામની પંચાયત દ્વારા તા. 17 તથા 18 દરમિયાન આવનાર સંભવિત તૌકતે વાવાઝોડા સંદર્ભે તકેદારીના ભાગરૂપે નીચે મુજબની સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. જેનો ગામજનોએ અમલ કરવાનો રહેશે. 1. કાચા મકાન, નળીયાવાળા મકાન, પતરાવાળા મકાનમાં રહેતા લોકોએ જરૂર પડે તો બિલીયા પ્રાથમિક શાળા કે પંચાયત ઘરમાં આશરો લેવો. 2. ભરવાડ, માલધારી અને પશુપાલન સાથે સંકળાયેલ તમામે ઢોર, પશુ, માલને ઈલેક્ટ્રીક થાંભલા તથા ઝાડથી દુર ખુલ્લામાં રાખવા. 3. આજે તા. 17 મે તથા આવતીકાલ તા. 18 મેના રોજ જરૂરી કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળવું. 4. ઘરમાં ઈલેક્ટ્રીક ઉપકરણો બંધ રાખવા. 5. નદી અથવા નદી કાંઠા વિસ્તારમાં અવર-જવર કરવી નહિ. 6. જરૂર જણાય તો સરપંચ કાનજીભાઈ (મો.નં. 95860 41650) તથા મંત્રી વડાલીયા (મો.નં. 90131 49623)નો સંપર્ક કરવો.