મોરબી : મોરબી જિલ્લામાં 'તૌકતે' વાવાઝોડાની આગાહી છે. તેમજ વાવાઝોડાના લીધે તા. 16થી 19 સુધી પવન સાથે વરસાદ આવવાની શક્યતાઓ છે. જેથી, મોરબી તાલુકાના જેપૂર અને વનાળિયા ગ્રામ પંચાયત દ્વારા ગામના દરેક ગામલોકોને સાવચેતી રાખવા માટે સુચના આપવામાં આવેલ છે. તેમ જેપૂર તથા વનાળિયા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી એ. કે. આહીરની યાદીમાં જણાવાયું છે. જે સૂચનાઓ નીચે મુજબ છે. (૧) નદીમાં પાણી આવે તો નદીકાંઠે / નિચાણવાળા વિસ્તારમાં અવરજવર કરવી નહીં (૨) સીમ વિસ્તારના ખેડૂત અને ખેતમજૂરએ સલામત સ્થળે રહેવું અને શક્ય હોય તો ગામમાં આવી જવું (૩) વાવાઝોડા અને વરસાદ દરમિયાન પશુઓને સલામત સ્થળે રાખવા અથવા છૂટા રાખવા (૪) ઇલેકટ્રીક થાંભલા, ઝાડ, જર્જરીત મકાન વિગેરેથી દુર રહેવું તથા પશુઓને પણ દૂર રાખવા (પ) અફવાઓ પર ધ્યાન આપવું નહીં (૬) જે ખેડૂતોની વાડીમાં મજુર રહેતા હોય તેણે પોતાનાં મજૂરોને સલામત સ્થળે ખસેડી લેવા નહિતર જો મજૂરોની જાન-માલની કોઈ નુકશાની થશે તો તેની જવાબદાર જે-તે ખેડુતોની રહેશે (૭) ગામે આવેલ કારખાનાંઓમાં કામ કરતા મજૂરોને સલામત સ્થળોએ ખસેડવાની જવાબદારી જે-તે કારખાનેદારની છે. જો આ મજૂરોને કોઈ જાન-માલની નુકશાની થશે તો તેની જવાબદારી જે-તે કારખાનેદારની રહેશે (૮) કોઈ વ્યક્તિઓને સલામત સ્થળોએ ખસેડવામાં આવે તો કોરોના ગાઇડ લાઇનનું ચુસ્ત પાલન કરવાનું રહેશે (૯) સતાવાર માહિતી પર જ વિશ્વાસ કરવો કોઈ અફવાઓથી ગેરમાર્ગે દોરાવુ નહીં (૧૦) આકસ્મિક સંજોગોમાં ગ્રામ પંચાયતના પદાધિકારી તથા અધિકારીઓનો સંપર્ક કરવો