મોરબી : મોરબીના ઉદયાત ફાઉન્ડેશન દ્વારા કોવીડના લીધે વાલી ગુમાવેલ દીકરીઓના અભ્યાસનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવામાં આવશે. આમ, ઉદયાત ફાઉન્ડેશન એ કોરોના કાળમાં સામાજિક કર્તવ્ય નિભાવી પ્રેરણાદાયી પહેલ કરી છે. મોરબીના ઉદયાત ફાઉન્ડેશન દ્વારા કર્તવ્ય પ્રોજેક્ટ હેઠળ 'ફ્રી એજ્યુકેશન ફોર ગર્લ ચાઈલ્ડ' નામે સેવા કાર્ય શરુ કરવામાં આવ્યું છે. જેમાં કોરોના કાળ દરમિયાન જે દીકરીઓએ કોરોનાના લીધે પરિવારમાં આવક પૂરી પડતા માતા અથવા પિતા અથવા માતા-પિતા બંને ગુમાવ્યા હોય તેવી દીકરીઓના સ્નાતક કક્ષા સુધીના અભ્યાસનો સંપુર્ણ ખર્ચ ફાઉન્ડેશન દ્વારા ઉઠાવવામાં આવશે. વધુમાં, ફાઉન્ડેશન દ્વારા સેવાભાવી લોકોને પ્રોજેક્ટમાં સહભાગી થવા માટે કોઈએક દીકરી માટે સંસ્થાને દર મહિને રૂ. 100નો ફાળો આપવા અપીલ કરવામાં આવી છે. વધુ માહિતી માટે નીરવ ચંદ્રકાંત કનેરીયા (મો.નં. 94263 17959) પર સંપર્ક કરવા જણાવાયું છે.