નવા કપડાં લેવાની જીદ પુરી ન થતા અંતિમ પગલું ભર્યું વાંકાનેર : વાંકાનેર તાલુકાના ખાનપર ગામમાં તરુણીએ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. તરુણીએ નવા કપડાં લેવાની જીદ પુરી ન થતા અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. ખાનપર ગામમાં રહેતી 18 વર્ષીય નયનાબેન રાજુભાઇ મેર એ ગત તા. 14ના રોજ રાતના સાડા નવ વાગ્યા આસપાસ તેના ઘરે ઝેરી દવા પી લીધી હતી. આથી, મોરબીની ખાનગી હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવી હતી. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે મૃતકના લગ્ન થયેલ નથી અને નયના તેના માતા-પિતા સાથે રહેતી હતી. તેના ઘરે લગ્ન પ્રસંગ હોવાથી કપડા લેવાની જીદ કરી હતી. પરંતુ આ બાબતે મનદુઃખ થતા ઝેરી દવા પીને મોતને વ્હાલું કર્યું હતું.