મોરબી : મોરબીમાં પોલીસ દ્વારા જાહેરમાં જુગાર રમતા આઠ શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે. ગઈકાલે તા. 15ના રોજ મોરબીના લાતી પ્લોટમાં જાહેરમાં ગંજી પતાના પાના વડે પૈસાની હારજીતનો તીન-પતીનો રોન પોલીસનો નશીબ આધારીત જુગાર રમતા ગુરૂસીંગ ઉર્ફે યુવરાજસીંગ મંગલસીંગ, ધીરૂભાઇ અવચરભાઇ વડેચા, મોસીનભાઇ સલીમભાઇ મોવર, પ્રવિણભાઇ માવજીભાઇ મકવાણા, મહેબુબભાલ જમાલભાઇ ફલાણી, અરબાજભાઇ સલીમભાઇ ભટી, ઓસમાણભાઇ હુશેનભાઇ લોલાડીયા અને જાવેદભાઇ અખતરભાઇ બ્લોચની અટકાયત કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ. 21,500 જપ્ત કર્યા છે. તેમજ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે.