એક ટીમને મોરબી અને બીજી ટીમને માળીયા ખાતે સ્ટેન્ડ ટુ રખાઈ મોરબી : અરબી સમુદ્રમાં ઉદભવેલ તૌકતે નામનું વાવાઝોડું ધીરે-ધીરે મજબૂત બની સૌરાષ્ટ્ર તરફ આગળ ખસકી રહ્યું છે અને આગામી તા.18 મીએ મોરબી સહીત સૌરાષ્ટ્રમાં ત્રાટકે તેવી દહેશત વચ્ચે રાહત અને બચાવની કામગીરી માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મોરબી જિલ્લાને બે એનડીઆરએફની ટીમ ફાળવામાં આવી છે. આ બન્ને એનડીઆરએફની ટુકડી આજે મોરબી ખાતે આવી પહોંચી હતી. આથી એક ટીમને મોરબી અને બીજી ટીમને માળીયા ખાતે સ્ટેન્ડ ટુ રખાઈ છે. તૌકતે નામના વાવાઝોડુંનો મોરબી જિલ્લાના 11 ગામોમાં ખતરો તોળાઈ રહ્યો છે. નવલખી બંદરની આસપાસની ત્રીજીયામાં આવતાં આ 11 ગામોમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગોતરા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. આ 11 ગામોમાં મોરબી તાલુકાના 7 અને માળીયા તાલુકાના 4 ગામોનો સમાવેશ થાય છે. સંભવિત વાવાઝોડાને પગલે 11 ગામોમાં રાહત અને બચાવની કામગીરી માટે સરકાર દ્વારા બે એનડીઆરએફની ટુકડી ફાળવામાં આવી છે અને આ બન્ને એનડીઆરએફની ટુકડીઓ મોરબી ખાતે સાધન સામગ્રી સાથે પહોંચી ગઈ છે. જેમાંથી એક ટીમને મોરબી ખાતે અને બીજી ટીમને માળીયા ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ એનડીઆરએફની ટીમેં જણાવ્યું હતું કે, વાવઝોડાની અસર થાય તો અમારી ટીમ સંભવિત ગામોમાં જાનમાલના રક્ષણ માટે તૈયાર છે અને લોકોને આ વાવઝોડાની અસર ન થાય અને તેઓ સલામત રહે તેવા પૂરતા પ્રયાસો કરાશે.