કન્ટેનરચાલક સામે ગુનો નોંધાયો મોરબી : મોરબી તાલુકાના મકનસરમાં કન્ટેનર અને ટેન્કર વચ્ચે અકસ્માત થયો હતો. સદ્દભાગ્યે કોઈને ઇજા થઇ હોવાનું જાણવા મળ્યું નથી. ગત તા.14 ના રોજ મોડી રાત્રીના આશરે પોણા એક વાગ્યાના અરસામાં ફરિયાદી ગોવિંદ વિરારામ સેવર મોરબીથી વાંકાનેર જતા હતા ત્યારે મકનસર એક્સલ સિરામીકની સામે ધરમ કાંટાની પાસે કન્ટેનર રજી.નં. GJ-12-Y-9193ના ચાલકે કન્ટેનર રોંગ સાઇડમાં પુર ઝડપે ગફલત ભરી રીતે બેફીકરાઇથી પોતાની ચલાવી ફરીયાદી ગોવિંદ વિરારામ સેવરના ટેન્કર નં. GJ-12-AY-7767 સાથે ભટકાડી દીધું હતું. તેમજ કન્ટેનર સ્થળ ઉપર મુકી નાશી ગયો ગયો હતો. મોરબી તાલુકા પોલીસે ગોવિંદભાઈની ફરિયાદ નોંધી કન્ટેનરચાલકની શોધખોળ આદરી છે.