બર્માની ભાષામા તૌકતેનો અર્થ થાય છે ગરોળી મોરબી : જ્યારે જ્યારે સમુદ્રમાં ચક્રવાત ઉદભવે ત્યારે વર્લ્ડ મેટ્રોલોજીકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા જે પ્રતિનિધિ દેશનો વારો હોય તેમના થકી ચક્રવાતને નામ આપવામાં આવે છે. ગુજરાત સૌરાષ્ટ્ર ઉપર આફત બનીને આવી રહેલા વાવાઝોડાને તૌકતે નામ મ્યાનમાર દેશ દ્વારા અપાયું છે બર્માની ભાષામાં તૌકતે એટલે ગરોળી એવો અર્થ થાય છે. ગુજરાત સહિત ચાર રાજ્યો માટે જોખમ ઉભું કરનાર વાવાઝોડાને તૌકતે નામ મ્યાનમાર દ્વારા આપવામાં આવ્યું છે જેનો બર્માની ભાષામાં તેનો અર્થ થાય છે કે વિશિષ્ટ પ્રકારની ગરોળી. નોંધનીય છે કે દુનિયામાં જેટલા પણ વાવાઝોડા કે ચક્રવાત આવે છે તેમના નામ વર્લ્ડ મેટેરોલોજીકલ ઓર્ગનાઇઝેશન (WMO) દ્વારા નક્કી કરવામાં આવે છે. વાવાઝોડાના આ નામ પહેલેથી નક્કી જ હોય છે પછી જેમ જેમ ચક્રવાત બનતા જાય તેમ ક્રમાનુસાર નામ આપવામાં આવે છે. WMOના જે તે સભ્ય દ્વારા નામ આપવામાં આવે છે જેમાં આ વાવાઝોડાનું નામ તૌકતે કરવાનો વિચાર મ્યાનમારનો હોવાનું જાણવા મળે છે.