રાત્રીના ત્રણ વાગ્યા સુધી જુદા-જુદા કારખાનાઓમાં તપાસ કરી બાળકીના માતા-પિતાને શોધ્યા મોરબી : મોરબીના બેલા ગામેથી એક બાળકી મળી આવ્યા બાદ ચાઈલ્ડ લાઈન 1098ની ટીમે રાત્રીના ત્રણ વાગ્યા સુધી જુદા-જુદા કારખાનામાં તપાસ કરી બાળકીના માતાપિતાને શોધી કાઢી બાળકીને સોંપી આપી હતી. મોરબી ચાઈલ્ડ લાઈન 1098 ટીમને બેલા ગામેથી અંદાજે 6 વર્ષની એક બાળકી મળી આવ્યાની જાણ થતાં જ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મોડી રાત્રીના ચારથી પાંચ કલાક બાળકીના માતાપિતાને શોધવા માટે અલગ અલગ કારખાનામાં તપાસ કરવામાં આવતા અંતે ત્રણેક વાગ્યે બાળકીના માતાપિતાને શોધી બાળકી સોંપવામાં આવી હતી.