મોરબી : ઈન્ડિયન મેટેરોલોજિકલ ડિપાર્ટમેન્ટ (IMD)એ ગુજરાતમાં 18 મેએ વાવાઝોડું આવે તેવી શક્યતા વ્યક્ત કરી છે. આ અંગે IMDએ ગુરુવારે એક ચેતવણી જાહેર કરી છે. જેને પગલે મોરબી જિલ્લાના નવલખી બંદરે બે નંબરનું સિગ્નલ આપવામાં આવ્યુ છે. રાજ્ય સરકારના હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. આ વેળાએ દરિયામાં પવન તેજ ગતિએ ફૂંકાઈ શકે છે. જેને ધ્યાને લઈને માળિયા તાલુકામાં આવેલ નવલખી બંદરે 2 નંબરનું સિગ્નલ મૂકી દેવાયું છે. આ સાથે માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપી દેવામાં આવી છે. તેમજ જરૂરત પડ્યે સ્થળાંતર કરવા પણ જણાવ્યું છે.