કોરોનાના કપરા સમયમાં તબીબોએ આપેલી અમૂલ્ય સેવાને બિરદાવાઈ મોરબી : મોરબીમા કોરોના મહામારીમાં રઘુવંશી કોવિડ કેર સેન્ટરમાં દિવસ રાત સેવા આપનાર ડોકટર અને નર્સિંગ સ્ટાફનું સમિતિ દ્વારા સન્માન કરી કપરી પરિસ્થિતિમાં અમૂલ્ય યોગદાન આપવા બદલ બિરદાવવામાં આવ્યા હતા. મોરબીમાં રઘુવંશી કોવીડ કેર સેન્ટર તા.9 એપ્રિલથી શરૂ કરાયું હતું. જેમાં ડોક્ટર એપોઇન્ટ કરવા માટે શું કરવું સ્થિતી એવી હતી કે કોઈપણ ડોક્ટર પાસે સમય ન હતો ત્યારે મોરબીના સીનિયર તબીબ ડો.પી.એન.આશરે બીઝી શેડયુલમાથી સમય આપવા તૈયારી બતાવી. પરંતુ તેમની સાથે ટીમવર્કમા એમ.બી.બી.એસ ડોક્ટર અને મેડીકલ ઓફીસર પણ જોઈએ. સમિતિ દ્વારા ડોક્ટરની તપાસ ચાલુ હતી ત્યારે લોહાણા સમાજના ભરતભાઈ હીરાણીએ કોવિડનો અનુભવ ધરાવતા તેમના પુત્ર ડો.યશ હીરાણી સમાજને ફ્રી ઓફ ચાર્જ સેવા આપશે. તેવી પહેલ કરતા સમીતીના સભ્યો ખુશ થઈ ગયા સાથે અશોકભાઈ સેતાની પુત્રી ડો.દ્રષ્ટી સેતા અને લોહાણા સમાજના ગોર બ્રાહ્મણ પ્રફુલ્લભાઈ લહેરુની દીકરી ડો. રિદ્ધિ લહેરુ અને ફીઝીયોથેરાપિસ્ટ ડોક્ટર તરીકે ડો.ભાવીનચંદે (ફીઝીયો ફીટ જીમ) તથા ઈ.એન ટી ડો.કેતન હીંડોચા પણ સેન્ટરમા ફ્રીઓફ સેવા આપી હતી. સેન્ટર શરૂ થયાથી તા.10મે સુધીમા ડો.યશ હીરાણીએ 800 થી વધારે ઓ.પી.ડી અને 122 પેશન્ટ ઈન્ડોર કરેલ છે. જ્યારે સમગ્ર ડોક્ટર અને નર્સિંગ ટીમના સહકારથી 110 પેશન્ટને સેન્ટરમાથી સફળ સારવાર આપી સ્વસ્થ કરીને રજા આપવામા આવી હતી. જયારે 12 પેશન્ટને રીફર કરવામા આવ્યા હતા. સમગ્ર સેન્ટરને ચલાવવા માટે એમ.ડી. એમ.બી.બી.એસ., ઈ.એન.ટી, ફીઝીયો થેરાપિસ્ટ ડોક્ટર, મેડીકલ ઓફીસર (24 કલાક માટે), મેડીકલ સ્ટોર ચલાવા માટે સ્ટાફ, 4 નર્સિંગ સ્ટાફ દીવસે, 3 નર્સિંગ સ્ટાફ રાત્રે, 4 સ્વીપર સ્ટાફ દીવસે, 2 સ્વીપર સ્ટાફ રાત્રે ફરજ ઉપર કાર્યરત રહ્યા હતા. જ્યારે દર્દીઓને ડોક્ટર્સના ડાયેટ ચાર્ટ મુજબનુ ભોજન મળી રહે તે માટે કીચનમા 4 રસોઈયાનો સ્ટાફ 18 કલાક માટે કાર્યરત હતો. આ કોવીડ સેન્ટરમા સેવા આપનાર તમામ ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફનું સમીતી દ્વારા સન્માન કરવામા આવ્યુ હતું. આ તકે મોરબી લોહાણા સમાજના હેલ્થ હીરો અને સેન્ટરના પાયાના પથ્થર કહી શકાય તેવા ડો.યશ હીરાણીના પપ્પા ભરતભાઈ હીરાણી અને દાદા મનુભાઈ હીરાણી (મગનલાલ રણછોડ પરીવાર)નુ સમીતી દ્વારા વિશેષ સન્માન કરવામા આવ્યુ હતું.