મશીનની જરૂર હોય તેવા દર્દી તથા હોસ્પિટલ મશીન મેળવવા એસો.નો સંપર્ક સાધી શકશે મોરબી : Nhale , made in USA નુ BiPap મશીન મોરબી સિરામીક એશોસીએસન પાસે છે. જે મોરબીની હોસ્પિટલમા જરૂરીયાત હોય તો દર્દીની વિગતો સાથે હોસ્પિટલ દ્વારા મોરબી સિરામીક એશોસીએસનને જાણ કરવાની રહેશે. જેમા જો મશીન હશે તો વાપરવા માટે પેશન્ટ ટુ પેશન્ટ નિશુલ્ક આપવામા આવશે. આ મશીન વેન્ટીલેટરની જેમ ઉપયોગી હોય કોઇ પણ હોસ્પિટલને જરૂર પડે તો મોરબી સિરામીક એશોસીએસનનો સંપર્ક કરવાથી આ મશીન વાપરવા માટે આપવામા આવશે અને તે દર્દીની સારવાર પુરી કરીને મોરબી સિરામીક એશોસીએસનને મશીન પરત કરવાનુ રહેશે. મોરબીની તમામ જ્ઞાતિના લોકો માટે આ મશીન ફકત મોરબીની જ હોસ્પિટલમા વાપરવા માટે આપવામા આવશે. તેવુ મોરબી સિરામીક એશોસીએસન દ્વારા જણાવાયુ છે.