માસ્ક વિના જાહેરમાં ફરતા 7, રાત્રી કરફ્યૂ ભંગ બદલ 5, સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા 3 મહિલા સહિત 11, વધુ પેસેન્જર બેસાડતા 7 રિક્ષાચાલકો અને મીની લોકડાઉનનો ભંગ કરતાં 2 દંડાયા મોરબી: ગુરુવારે 24 કલાક દરમ્યાન મોરબી જિલ્લામાં કોવિડગાઈડલાઇન્સ તથા જાહેરનામાં ભંગમાં 3 મહિલાઓ સહિત કુલ 32 લોકો સામે વિવિધ કલમો હેઠળ કેસો કરી દંડનાત્મક કાર્યવાહી કરી હતી. જેમાં મોરબી સીટી એ.ડિવિઝન પો.સ્ટે. વિસ્તારમાં વધુ ગ્રાહકો એકઠા કરવા બદલ 1 શાકભાજીની લારીવાળા ધંધાર્થી સામે, માસ્ક વગર જાહેરમાં ફરતા 1 નાગરિક સામે, મીની લોકડાઉન દરમ્યાન આવશ્યક ચીજવસ્તુની કેટેગરીમાં આવતા ન હોવા છતાં રેડીમેઈડ કપડાંની દુકાન ખુલ્લી રાખતા 2 દુકાનદાર, મીઠાઈની દુકાને માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વિના વેપાર કરતા 1 કંદોઇ સામે, 1 જવેલર્સ સામે, જુના કપડાંની ફેરી કરતા 2 રેંકડીધારક સામે, રાત્રી કર્ફ્યૂનો ભંગ કરતા 1 નાગરિક સામે તથા મોરબી સીટી બી.ડિવિઝન પો.સ્ટે. વિસ્તારમાં રાત્રી કર્ફ્યૂનો ભંગ કરતાં 2 ટ્રાન્સપોર્ટર સહિત કુલ 4 સામે, વધુ પેસેન્જર બેસાડવા બદલ 3 રીક્ષાચાલક સામે, સોશિયલ ડિસ્ટન્સની ગાઈડલાઇન્સનો ભંગ કરી એકઠા થયેલા 3 મહિલા અને 3 પુરુષ સામે, માસ્ક વગર જાહેરમાં ફરતા 1 નાગરિક સામે અને મોરબી તાલુકા પો.સ્ટે. વિસ્તારમાં માસ્કવિના તથા વધુ પેસેન્જર બેસાડીને રીક્ષા ચલાવતા 1 રિક્ષાચાલક સામે વિવિધ કલમો હેઠળ કેસ કરી દંડનાત્મક કાર્યવાહી કરી હતી. જ્યારે ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોવિડ ગાઈડલાઇન્સનો ભંગ કરી વધુ પેસેન્જર બેસાડવા બદલ 1 રિક્ષાચાલક સામે તથા વાંકાનેર સીટી પો.સ્ટે. વિસ્તારમાં માસ્કવિના વેપાર કરતા તથા વધુ ગ્રાહકો એકઠા કરતા કાપડના 2 વેપારી, 1 લચ્છીના ધંધાર્થી સામે, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટે. વિસ્તારમાં 1 રિક્ષાચાલક સામે તથા માળીયા મિયાણા પો.સ્ટે. વિસ્તારમાં માસ્કવિના તથા વધુ પેસેન્જર બેસાડતા 1 રિક્ષાચાલક સામે, માસ્કવિના વેપાર કરતા તથા ગ્રાહકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં નિષ્ફળ જતાં 1 કોલડ્રિન્કસના ધંધાર્થી, 1 પાન મસાલાના વેપારી સામે જાહેરનામાં ભંગની વિવિધ કલમો હેઠળ દંડનાત્મક કાર્યવાહી કરી સબંધિત વાહનો ડિટેઇન કર્યા હતા.