મોરબી : નવલખી બંદર પાસે બાર્જ ડૂબયું હોવાની દુર્ઘટના સર્જાય હતી. જો કે સદનસીબે બાર્જમાં રહેલા તમામ 6 ખલાસીઓનો આબાદ બચાવ થઈ ગયો હતો. પણ સામે 1500 ટન કોલસો પાણીમાં ગરક થઈ જતા મોટું નુકસાન થયું હતું. પ્રાપ્ત થતી માહિતી મુજબ માળિયાના નવલખી બંદરે ગત તા.૯ના રોજ મોજા ઉછળતા બાર્જમાં પાણી ભરાઈ ગયુ હતું. જેથી તે ડૂબી ગયું હતું. તેમાં 6 લોકો સવાર હતા તે પણ ડૂબ્યા હતા. પણ આજુ બાજુ રહેલા બાર્જવાળાને જાણ થતા તે લોકોને બચાવી લેવાયા હતા. સદનસીબે કોઈ જાનહાની થઇ ન હતી. પરંતુ બાર્જમાં રહેલો 1500 ટન કોલસો પાણીમાં ડૂબી ગયો હતો.