મોરબી : મોરબીના લાલપર ગામના સ્મશાન સામે સર્વીસ રોડ ઉપર કટ પાસે બાઈકે રોડ ક્રોસ કરતા આધેડને હડફેટે લેતા તેઓને ઇજા પહોંચી હતી.આ બનાવ અંગે તાલુકા પોલીસ ફરિયાદ નોંધી બાઈક ચાલક સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી અતુલભાઇ ગણપતભાઇ પરમાર (ઉવ. ૨૦ ધંધો છુટક મજુરી રહે હાલે લાલપર સ્મશાન પાસે રાજુભાઇ પટેલના મકાનમા ભાડેથી તા.જી મોરબી) એ આરોપી મોટર સાયકલ નંબર જી.જે. ૩૬ એ ૯૦૭૮ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, તા. ૧૧ રોજ ના રાત્રીના આઠેક વાગ્યાના અરશામા મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર લાલપર ગામના સ્મશાન સામે સર્વીસ રોડ ઉપર કટ પાસે આરોપીએ પોતાનું મોટર સાયકલ ફુલ સ્પીડમા અને બેફીકરાય અને ગફલતભરી રીતે ચલાવી ફરીયાદીના બાપુજી ગણપતભાઇ પરમારને રોડ ક્રોસ કરતી વખતે હડફેટે લઇ માથાના પાછળ ના ભાગે હેમરેજ જેવી ગંભીર ઇજાઓ પહોંચાડી હવાલાવાળુ મોટર સાયકલ લઇ નાશી છૂટ્યો હતો.આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.