પોલીસે સ્વીફ્ટ કાર સહિત 1.97 લાખનો મુદ્દામાલ કબજે કર્યો મોરબી : મોરબી સીટી બી ડીવીઝન પોલીસ દ્વારા ભારતીય બનાવટની પરપ્રાંતીય અલગ-અલગ બ્રાન્ડની મોંઘીદાટ ઇંગ્લીશ દારૂની 34 બોટલો (કીં.રૂ. 37,310) તેમજ 2 મોબાઇલો (કિ.રૂ. 10,000) તથા સ્વીફટ કાર (કી.રૂ. 1,50,000) મળી કુલ કી.રૂ. 1,97,310ના મુદામાલ સાથે બે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમને મળેલ સંયુકત બાતમી આધારે આરોપીઓને મારૂતિ સુઝુકી કંપનીની સ્વીફટ કાર નંબર જી.જે.3-ઇ.એલ.4976માં તથા પોતાના મકાનમાં ભારતીય બનાવટની પરપ્રાંતીય અલગ-અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની બોટલો 34 નંગ (કીં.રૂ. 37,310) તથા મોબાઇલ 2 નંગ (કિ.રૂ. 10,000) મળી કુલ કી.રૂ. 1,97,310ના મુદામાલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આરોપીઓ દેશરાજ ટેકચંન્દ રાહડ અને સુનીલકુમાર નથુરામ પાલડીયાની અટકાયત કરવામાં આવી છે. તેમજ મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.