મોરબી : મોરબીમાં રહેણાંક મકાન પર પોલીસ દ્વારા રેઇડ પાડતા બિયરના 72 ટીન સાથે આધેડની અટકાયત કરવામાં આવી છે. ગત 11ના રોજ મોડી રાત્રે મોરબીમાં સરદારબાગ પાછળ આદર્શ સોસાયટીમાં રહેતા દિપકભાઇ કાંતિલાલ મહેતા (ઉ.વ. 57)એ તેના રહેણાંક મકાનમાં ગે.કા. રીતે પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટના ઓરેન્જેબુમ પ્રીમીયમ લેજર બિયર ઓરીજનલ બિયર ટીન નંગ 72 (કિ.રૂ. 7200) વેચાણ કરવાના ઇરાદે રાખેલ હતા. પોલીસે રેઇડ પાડી વિદેશી દારૂ કબ્જે કરી આરોપી દિપકભાઇની અટકાયત કરી છે. તેમજ તેમની સામે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.