માસ્ક વિના જાહેરમાં ફરતા 6, સોશિયલ ડિસ્ટન્સ ન જાળવતા 6 ધંધાર્થી, રાત્રી કર્ફ્યૂભંગ બદલ 5, કોવિડ ગાઈડલાઇન્સનો ભંગ કરતાં 7 રિક્ષાચાલકો અને હોમકવોરંટાઇન હોવા છતાં બહાર ફરતા 2 કોવિડ પોઝિટિવ પેશન્ટ દંડાયા: મોરબી: બુધવારે 24 કલાક દરમ્યાન વિવિધ જાહેરનામાં તથા કોવિડ ગાઈડલાઇન્સનું ઉલ્લંઘન કરતાં કુલ 26 નાગરિકો સામે મોરબી જિલ્લા પોલીસે અલગ અલગ કલમો હેઠળ કેસ કરી દંડનાત્મક કાર્યવાહી કરી હતી. બુધવારે 24 કલાક દરમ્યાન મોરબી જિલ્લાના શહેર-તાલુકાઓમાં કોવિડ ગાઈડલાઇન્સ તથા જાહેરનામાં ભંગના કુલ 26 કેસો કરવામાં આવ્યા હતાં. જેમાં પોલીસે અલગ અલગ કલમો હેઠળ કેસ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જેમાં મોરબી સીટી એ.ડિવિઝન પોલીસે ફ્રુટની રેંકડીએ સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર વેપાર કરતા 1 ધંધાર્થી, ચાની કીટલી સાથે રાખી ગ્રાહકો એકઠા કરવા બદલ 1 ધંધાર્થી, માસ્કવિના જાહેરમાં ફરતા 1 નાગરિક, રાત્રી કર્ફ્યૂનો ભંગ કરવા બદલ 2 નાગરિકો સામે તથા મોરબી સીટી બી. ડિવિઝન પોલીસે માસ્કવિના જાહેરમાં ફરતા 2 નાગરિકો સામે, સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરાવતા 1 દુકાનદાર સામે, કોવિડ ગાઈડલાઇન્સ મુજબ મર્યાદિત પેસેન્જર બેસાડવાના બદલે વધુ પેસેન્જર બેસાડવા બદલ 3 રિક્ષાચાલક સામે રાત્રી કર્ફ્યૂનો ભંગ કરવા બદલ 3 તથા કોવિડ પોઝિટિવ આવ્યા દરમ્યાન હોમ કવોરંટાઇનમાં ન રહી જાહેરમાં ફરવા બદલ 2 નાગરિક સામે તથા મોરબી તાલુકા પોલીસે માસ્ક પહેર્યા વગર તથા પેસેન્જરોને પણ માસ્ક પહેરાવવા રિક્ષામાં બેસાડવા બદલ 1 રીક્ષાચાલક સામે વિવિધ કલમો હેઠળ કેસ કરી દંડનાત્મક કાર્યવાહી કરી હતી. જ્યારે વાંકાનેર સીટી. પોલીસે માસ્ક પહેર્યા વિના બાઈક લઈને નીકળેલા તથા માસ્કનો દંડ આપવાની આનાકાની કરતાં 1 બાઈકચાલક સામે, 2 ઇકો કારના ચાલક સામે, 1 કપડાંની દુકાનના વેપારી સામે તથા ટંકારા પોલીસે વધુ પેસેન્જર બેસાડીને તથા માસ્ક પહેર્યા વગર રીક્ષા ચલાવતા નીકળેલા 2 રિક્ષાચાલકો સામે તથા માળીયા મિયાણા પોલીસે 1 રિક્ષાચાલક સામે, માસ્કવિના દુકાને બેસીને તથા વધુ ગ્રાહકો એકઠા કરવા બદલ 1 ફૂટવેરના વેપારી સામે, 1 ચાની દુકાનના ધંધાર્થી સામે જાહેરનામાં ભંગ, કોવિડ ગાઈડલાઇન્સના ઉલ્લંઘન અને એપેડેમીક એકટની વિવિધ કલમો હેઠળ કેસ કરી દંડનાત્મક કાર્યવાહી કરી હતી.