મોરબી : મોરબીમાં કોરોના સંક્રમણ ધીમે ધીમે ઘટી રહ્યું છે પરંતુ હજુ પણ અણસમજુ લોકો બીજા માટે જોખમ ઉભું કરી રહ્યા છે. આવા જ એક કિસ્સામાં પોલીસે ગઈકાલે કોરોના પોઝિટિવ દર્દીને રાત્રીના જાહેરમાં આંટાફેરા કરતા ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગઈકાલે મોરબી શહેર પોલીસ રાત્રી કરફ્યુની અમલવારી કરાવતી હતી ત્યારે મનોજભાઈ શશીધરભાઈ પાટીલ ઉ.વ.૪૦ રહે.મોરબી-૨, વિધુતનગર, ગાયત્રી પ્રોવીજન સ્ટોરની પાછળની શેરી વાળા જાહેરમા આંટાફેરા કરતા મળી આવ્યા હતા અને આ વ્યક્તિ કોરોના પોઝિટિવ હોવા છતાં 14 દિવસના હોમ કોરેન્ટાઇનનો ભંગ કરી અન્યમાં ચેપ ફેલાઈ તેવું કૃત્ય કરતા પોલીસે જાહેરનામા ભંગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.