બુલડેક્સ ફ્યુચર્સમાં 165 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 292 પોઈન્ટની મૂવમેન્ટ કોટનના વાયદાના ભાવમાં સેંકડા વધ્યા : રબર, કપાસ, સીપીઓમાં સુધારો : મેન્થા તેલ ઢીલુ : કુલ રૂ.37,763 કરોડનું ટર્નઓવર મુંબઈ : દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર ગુરૂવાર, 13 મેના રોજ રમજાન ઈદની જાહેર રજા હોવાથી પ્રથમ સત્રનાં કામકાજ બંધ રહ્યા હતા. જ્યારે બીજા સત્રનાં કામકાજ રાબેતા મુજબ ચાલુ રહ્યા હતા. વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં 520385 સોદાઓમાં કુલ રૂ.37763.41 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના વાયદાના ભાવમાં નરમાઈનો માહોલ હતો. સોનાનો વાયદો 10 ગ્રામદીઠ રૂ.151 અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.808 ઘટ્યો હતો. તમામ બિનલોહ ધાતુઓ ઘટી આવી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસ બંને વધ્યા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટનમાં સેંકડા વધ્યા હતા. રબર, કપાસ અને સીપીઓમાં સુધારા સામે મેન્થા તેલ ઢીલું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના મે વાયદામાં 165 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના મે વાયદામાં 292 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 275008 સોદાઓમાં કુલ રૂ.14430.16 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ સવારે રૂ.47497 ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.47862 અને નીચામાં રૂ.47374 ના સ્તરને સ્પર્શી, બંને સત્રનાં અંતે રૂ.151 અથવા 0.32 ટકા ઘટી રૂ.47482 ના ભાવે બંધ થયો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.62 અથવા 0.16 ટકા ઘટી રૂ.38119 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.12 અથવા 0.25 ટકા ઘટી રૂ.4718 ના ભાવે બંધ થયો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.47555 ખૂલી, રૂ.134 અથવા 0.28 ટકા ઘટી રૂ.47491 ના ભાવે બંધ થયો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો 1 કિલોગ્રામદીઠ સવારે રૂ.71805 ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.72224 અને નીચામાં રૂ.70956 ના સ્તરને સ્પર્શી, બંને સત્રનાં અંતે રૂ.808 અથવા 1.12 ટકા ઘટી રૂ.71121 ના ભાવે બંધ થયો હતો. ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.784 અથવા 1.09 ટકા ઘટી રૂ.71150 અને ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.785 અથવા 1.09 ટકા ઘટી રૂ.71149 ના ભાવે બંધ થયો હતો. બિનલોહ ધાતુઓમાં 58869 સોદાઓમાં કુલ રૂ.10751.48 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ મે કોન્ટ્રેક્ટ 1 કિલોગ્રામદીઠ રૂ.2.35 અથવા 1.17 ટકા ઘટી રૂ.198.65 અને જસત મે કોન્ટ્રેક્ટ રૂ.2.45 અથવા 1.04 ટકા ઘટી રૂ.233.90 ના ભાવે બંધ થયો હતો. આ સામે તાંબુ મે કોન્ટ્રેક્ટ રૂ.6.85 અથવા 0.86 ટકા ઘટી રૂ.790.65 અને નિકલ મે કોન્ટ્રેક્ટ રૂ.14 અથવા 1.05 ટકા ઘટી રૂ.1314.60 તેમ જ સીસું મે કોન્ટ્રેક્ટ રૂ.1.95 અથવા 1.11 ટકા ઘટી રૂ.173.75 ના ભાવે બંધ થયો હતો. એનર્જી સેગમેન્ટમાં 147452 સોદાઓમાં કુલ રૂ.9180.88 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ મે વાયદો સવારે રૂ.4788 ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.4893 અને નીચામાં રૂ.4776 ના સ્તરને સ્પર્શી, બંને સત્રનાં અંતે રૂ.84 અથવા 1.75 ટકા વધી રૂ.4884 1 બેરલદીઠ બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ મે વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.0.90 અથવા 0.41 ટકા વધી રૂ.218.70 ના ભાવે બંધ થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં 3822 સોદાઓમાં કુલ રૂ.510.35 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોગ્રામદીઠ સવારે રૂ.1262 ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1264 અને નીચામાં રૂ.1261 ના સ્તરને સ્પર્શી, બંને સત્રનાં અંતે રૂ.9.50 અથવા 0.76 ટકા વધી રૂ.1262.50 ના ભાવે બંધ થયો હતો. આ સામે રૂ (કોટન) મે વાયદો 1 ગાંસડીદીઠ રૂ.22050 ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.22420 અને નીચામાં રૂ.22050 ના સ્તરને સ્પર્શી, બંને સત્રનાં અંતે રૂ.180 અથવા 0.82 ટકા વધી રૂ.22190 ના ભાવે બંધ થયો હતો. સીપીઓ મે કોન્ટ્રેક્ટ 10 કિલોગ્રામદીઠ રૂ.1248 ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1249 અને નીચામાં રૂ.1235.80 ના સ્તરને સ્પર્શી, બંને સત્રનાં અંતે રૂ.13.60 અથવા 1.10 ટકા વધી રૂ.1247.40 ના ભાવે બંધ થયો હતો. રબરના વાયદાઓમાં મે કોન્ટ્રેક્ટ 100 કિલોગ્રામદીઠ રૂ.371 અથવા 2.14 ટકા વધી રૂ.17721 અને મેન્થા તેલ મે કોન્ટ્રેક્ટ 1 કિલોગ્રામદીઠ રૂ.6.50 અથવા 0.67 ટકા ઘટી રૂ.966.10 ના ભાવે બંધ થયો હતો. કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 50879 સોદાઓમાં કુલ રૂ.5651.16 કરોડનાં 11858.693 કિલોગ્રામ અને ચાદીના વિવિધ વાયદાઓમાં 224129 સોદાઓમાં કુલ રૂ.8779 કરોડનાં 1227.480 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.632.27 કરોડનાં 31665 ટન, જસતના વાયદાઓમાં રૂ.1293.99 કરોડનાં 55065 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.5500.24 કરોડનાં 69230 ટન, નિકલના વાયદાઓમાં રૂ.2919.94 કરોડનાં 22071 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.405.04 કરોડનાં 23195 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 66558 સોદાઓમાં કુલ રૂ.5062.52 કરોડનાં 10434400 બેરલ્સ અને નેચરલ ગેસના વાયદાઓમાં 80894 સોદાઓમાં કુલ રૂ.4118.36 કરોડનાં 189398750 એમએમબીટીયૂ નો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 6 સોદાઓમાં કુલ રૂ.0.15 કરોડનાં 24 મેટ્રિક ટન અને રૂ (કોટન)ના વાયદાઓમાં 1444 સોદાઓમાં કુલ રૂ.118.4 કરોડનાં 53075 ગાંસડી ના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 2275 સોદાઓમાં કુલ રૂ.389.39 કરોડનાં 31580 મેટ્રિક ટનનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બંને સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 15829.107 કિલોગ્રામ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 417.906 ટન, એલ્યુમિનિયમ 8735 ટન, જસત 11550 ટન, તાંબુ 11482.5 ટન, નિકલ 2518.5 ટન, સીસું 5865 ટન, ક્રૂડ તેલ 858200 બેરલ્સ અને નેચરલ ગેસ 30311250 એમએમબીટીયૂ તેમ જ કપાસ 24 મેટ્રિક ટન મેન્થા તેલ 33.48 મેટ્રિક ટન રબર 217 મેટ્રિક ટન રૂ (કોટન) 234725 ગાંસડી સીપીઓ 72400 મેટ્રિક ટન ના સ્તરે રહ્યો હતો. ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત...