પોલીસે બે આરોપીઓને પકડીને કાયદાનું ભાન કરાવ્યું મોરબી : મોરબીની નાસ્તાગલી પાસે જાહેરમાં બખેડો કરીને બે શખ્સોએ ધમાલ મચાવી હતી. આ બનાવની જાણ થતાં એ ડિવિઝન પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને બન્ને શખ્સોને ઝડપી લીધા હતા અને આ બે આરોપીઓ સામે જાહેરમાં બખેડો કરવા અંગે ગુન્હો નોંધી કાયદાનું ભાન કરાવ્યું હતું. આ બનાવની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી નવાડેલા રોડ ઉપર નાસ્તાગલી પાસે ગઈકાલે આરોપીઓ હુશેન ઉર્ફે ઢીંગણી યુસુફભાઇ બેલીમ (ઉ.વ ૨૪ રહે. સીપાઇ શેરી, માતમ ચોક, કાપડ બજાર પાસે, મોરબી) અને રોહિતભાઇ કનુભાઇ પરમાર (ઉ.વ ૩૨ રહે વાવડી રોડ, ઉમીયાપાર્ક મકાન નં-૫, ગાયત્રીનગર સામે, મોરબી) વાળા જાહેરમા ઝગડો કરી લોકોને અડચણ થાય તેમજ ખલેલ પહોચે તે રીતે બખેડો કરતા હતા. આથી, પોલીસે આ બન્ને આરોપીઓને ઝડપી લીધા હતા. તેમજ પોલીસ ખુદ ફરિયાદી બનીને આ બન્ને આરોપીઓ સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.