મોરબી : મોરબી તાલુકા પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે મોરબી તાલુકાના નાની વાવડી ગામે આવેલ ખોડીયાર સોસાયટીના નાકે જાહેરમાં ગંજીપત્તાના પાના અને પૈસાવતી પૈસાની હારજીતનો તીનપતિનો જુગાર રમતા રમેશભાઇ પ્રેમજીભાઇ વસીયાણી, પ્રવિણભાઇ પ્રેમજીભાઇ વસીયાણી, કલ્પેશભાઇ ગણેશભાઇ મારવણીયાને રોકડા રૂ.૩૧,૧૮૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લઈને જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.