મોરબી : મોરબીમાં પોલીસ દ્વારા વ્હીસ્કીની બોટલો સાથે એક શખ્સની અટકાયત કરવામાં આવી છે. ગઈકાલે તા. 11ના રોજ મોરબીમાં લીલાપર રોડ પર રામકો બંગ્લો પાસેથી કાનજીભાઇ ડાયાભાઇ જોગીયાણી (ઉ.વ. 25)ને ગેરકાયદે ભારતીય બનાવટની વીદેશી દારૂ વ્હીસ્કીની શીલબંધ 2 બોટલો (કિ.રૂ. 600) સાથે પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપી કાનજીની અટકાયત કરી વિદેશી દારૂનો બોટલો કબ્જે કરી છે. તેમજ આરોપી સામે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે.