મયુર નેચર કલબે મોરબી જિલ્લામાં સારસ કુંજ પક્ષીની વસ્તી ગણતરી હાથ ધરી મોરબી : બર્ડ કન્ઝરવેશન સોસાયટી ઓફ ગુજરાત (ગુજરાત ના પક્ષી સંરક્ષકોની સંસ્થા) દ્વારા સારસ કુંજ પક્ષીની રાજ્ય વ્યાપી વસ્તી ગણતરી ચાલુ માસ મે-૨૦૨૧ દરમ્યાન યોજાનાર છે તેમજ મોરબી જીલ્લામાં આ સર્વેની કામગીરી મયુર નેચર કલબ દ્વારા સંભાળવામાં આવેલ છે. તો કોઈ વ્યક્તિને આ પક્ષી જોવા મળે તો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. સારસ કુંજ પક્ષી (સારસ ક્રેન) એ વિશ્વનું સૌથી ઉંચા કદનું ઉડતું પક્ષી છે તે ઉભું રહે ત્યારે તેનું પૂર્ણ કદ પાંચ ફૂટ જેટલું હોય છે અને તે ભારતમાં જોવા મળતું એક માત્ર કુંજ પક્ષી છે તે ભુખરા રાખોડી રંગનું હોય છે તેના પગ, માથું તેમજ ચાંચ લાલ રંગની હોય છે ડોકનો ઉપરનો ભાગ પણ લાલ રંગનો હોય છે. સારસ પક્ષીઓ જળ સ્ત્રોતો તથા તેની આસપાસનાં ખેતરોમાં જોવા મળે છે.ખેતરો માં ઉગેલી અનાજની કુમ્પણો તથા તીડ જેવી જીવાતો તેનો મુખ્ય આહાર છે સારસ કુંજ પક્ષી આજીવન એક સાથી સાથે જોડી બનાવે છે અને તે જોડીમાં જ જોવા મળે છે. જો આ પક્ષી જોવા મળે તો (1) નરેન્દ્રભાઇ દોશી 99790 19532 (2) જીતુભાઇ ઠક્કર 92285 83743 (3) અતુલભાઈ ફુલતરીયા 94262 28388નો સંપર્ક કરવા જણાવાયું છે.