બીલીયા ગામમાં આજે વેક્સિનેશન કેમ્પ

- text


મોરબી : મોરબી તાલુકાના બીલીયા ગામમાં આજે તા. ૧૧/૫/૨૦૨૧ને મંગળવારના રોજ સવારે ૯-૩૦ વાગ્યાથી બીલીયા આરોગ્ય કેન્દ્ર ખાતે વેકસીનેશન કાર્યક્રમ રાખવામાં આવેલ છે. જેમાં ૪૫ વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સીન બીજો ડોઝ (પ્રથમ ડોઝના ૨૮ દિવસ પછી) આપવામાં આવશે. રસી લેવા માટે આવનારે આધાર કાર્ડ સાથે રાખવાનું રહેશે, તેમ બીલીયા ગ્રામ પંચાયતના સરપંચ કાંતિભાઈ મગનભાઈ પેથાપરાએ યાદીમાં જણાવ્યું છે.

- text

- text