મોરબી : મોરબીમાં રાત્રી કર્ફ્યુ અમલમાં હોવા છતાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં ત્રણ શખ્સો તીનપત્તી રમતા હોય પોલીસે ત્રણેય આરોપીને ઝડપી લઈ જુગારધારા ઉપરાંત કર્ફ્યુ ભંગ મામલે ગુન્હો નોંધ્યો છે. ગઈકાલે તા. 10ના રોજ મોરબી શહેરમાં વીસીપરાના ખડીયાપરામા જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો તીનપતી રોન પોલીસનો જુગાર રમતા નીતીન ભગવાનજીભાઇ અગેચણીયા, નાનુભાઇ નારણભાઇ રાણા અને અયુબભાઇ ફીરોજભાઇ ખાનને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ. 2300 જપ્ત કર્યા છે. તેમજ આરોપીઓ સામે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.